ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ,ધ્રોલ સંચાલિત શ્રી એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર , ધ્રોલ દ્વારા મહિલા શક્તીકરણ , ગામડાની ગૃહિણીઓ પોતાના શાકભાજી પોતાના જ ફળીયા કે અગાસી પર પ્રાકૃતિક પધ્ધતિથી ઉગાડતા થાય , વધુ શાકભાજીના ઉછેર દ્વારા બજારમાં પોતે શાકભાજી વેચીને આત્મનિર્ભર બને અને દેશીખાતર બનાવતા અને ઉપયોગ કરતા થાય તે ઉદેશથી ધ્રોલ તાલુકાના લતીપર ગામની 50 જેટલી મહિલા બહેનોને લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલના ડો સંજય પંડ્યાએ શાકભાજીને ઘર આંગણે ઉગાડવાની બોટલ પ્લાન્ટની રીત , નકામા ટાયર માં પ્લાન્ટની રીત , એકજ બોટલ માંથી ત્રણથી વધુ છોડને ઓછા પાણીએ ઉગાડવાની રીત ,બોટલ ડ્રિપ ઇરીગેશન રીત , દેશી કોકપીટ ખાતર બનાવવાની રીતનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું.
કાર્યક્રમના બીજા સેશનમાં દરેક મહિલા બહેનોને પોતાના ઘરે ખુદનો કિચન ગાર્ડન કરે તે હેતુથી સ્થાનિક મળતા શાકભાજીના નાના રોપા અને બીજનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું . ત્રીજા સેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું .લોકવિજ્ઞાનકેન્દ્ર દ્વારા આ ચોમાસાની ઋતુ માં સમગ્ર જામનગર જિલ્લા માટે આ અભિયાન નિઃશુલ્ક કાર્યરત કરવામાં આવ્યું છે તો રસ ધરાવનાર ગામના સરપંચ , કોઈ શહેરનું મંડળ કે મહિલા મંડળ આ કાર્યક્રમના આયોજન માટે ડો સંજય પંડ્યાનો મોબાઈલ 9979241100 પર સંપર્ક કરવાનું સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાની યાદીમાં જણાવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિગ બીએ કૌન બનેગા કરોડપતિ 16માં અભિષેક બચ્ચનને આમંત્રણ આપવા બદલ થયો પસ્તાવો
November 15, 2024 12:29 PMઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech